👉 ઉત્તર ગુજરાતના વડનગરની ધરતી પરથી બે નાગર કન્યાઓ તાના-રીરીએ સંગીતની આકરી આરાધનાથી રાગ રાગિણીની વિરાસત દુનિયાને આપી છે.
👉 પોતાની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપનારી આ કળાધારિણી બેલડીની સ્મૃતિમાં વડનગરમાં તાના- રીરી મહોત્સવ ઉજવાય છે.
👉 સંગીતની આવી ભવ્ય વિરાસત વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વડનગરની ધરતીના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી પ્રતિ વર્ષ આ મહોત્સવ ઉજવવામાં આવે છે.
👉 ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ ૨૦૧૦થી તેમણે સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરાવી છે.
👉 આ ગૌરવ સન્માન એવોર્ડ અંતર્ગત મહારાષ્ટ્રના વિદુષી પદમા સુરેશ તલવાલકર અને અમદાવાદના ડૉ. શ્રીમતી પ્રદિપ્તા ગાંગુલી પ્રત્યેકને રૂ.૨.૫૦ લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.
👉 2010માં પ્રથમ વર્ષે રાષ્ટ્રકક્ષાનો આ એવોર્ડ ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવ્યો હતો.

No comments:
Post a Comment